ઝરૂખે બેઠી
ઝરૂખે બેઠી
હીંચકે ઝૂલતી ઝરુખે આજ હું બેઠી,
બે પળોને પોતાની પોતાના માટે જ માગી બેઠી,
શાંત ચિત્તે શમણાંનાં સ્મરણો એ જઈ બેઠી,
મોંઘા એ વાતા વાયરાઓનાં માર્ગો સુરજને પૂછી બેઠી,
નિત્ય કંટકોની કેડીને પુષ્પતણી સેજ ઝંખીને બેઠી,
વરસતી વિપત્તિઓને આકાશી જળધાર સમજી બેઠી.
દૈત્ય શા એ ડુંગરાઓને, નદીઓ નાગણ સમજી બેઠી,
ને એ નદીઓ તરવા કાયાની આકરી કસોટી કરી બેઠી.
વિપત્તિ એ જ ખીલે છે પુરુષાર્થ મારું એ જાણી બેઠી,
વિહરવા એ પંથોને ખૂટતાં માર્ગ શોધતી બેઠી.
નમતી એ સંધ્યાના સૂરજે ક્ષિતિજને શોધતી બેઠી,
મારા ખોવાયેલાં એ જીવનની બે પળોને શોધતી બેઠી.
હીંચકો ઝૂલતી આજે હું એ ક્ષણોને શોધતી બેઠી,
વીતી ગયેલા જીવનના શમણાંમાં ખુદને જ ખોઈ બેઠી !
