ઝણકાર
ઝણકાર
માડી તારું ઝાંઝર રણકે ને ગરબે રમે,
ભક્તો તારા સૌ માડી તને રે નમે,
તું છે માડી સૌના જિંદગીનો ઝણકાર,
તારું ઝાંઝર માડી ભક્તોનો ધબકાર,
વ્હાલી દીકરી તું છે જિંદગીનો ઝણકાર,
પાપાની આબરૂનો ખણખણતો છે તું રણકાર,
માની મમતા સૂની તારા રે ઝણકાર વિના,
તારી પગલીનું ઝાંઝર વીરાનો છે ધબકાર !
