STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

ઝખ્મી દિલ

ઝખ્મી દિલ

1 min
311

ઈમારત બનાવી હતી પ્રેમની મે,

સાથ મારો તમે છોડી દીધો,

પ્રેમભર્યુ દિલ તોડીને મુજને,

નફરતની આગમાં ધકેલી દીધો,


પ્રેમનો તંતુ મજબૂત કર્યો હતો મે, 

અચાનક તમે મુજને દગો દીધો,

ઘર તમે બીજાનું વસાવીને મુજને,

નફરતની આગમાં ધકેલી દીધો,


પ્રેમનાં સપનાંઓ જોયાં હતાં મે,

સપનાંઓનો મહેલ તોડી નાખ્યો,

હવે કેમ રહી શકીશ તેમાં હું મુજને,

નફરતની આગમાં ધકેલી દીધો,


હું હતો તમારા પ્રેમમાં દિવાનો,

પ્રેમનો તરાનો હું ગાતો હતો,

વિરહનો સૂર તેમાં લગાવીને મુજને,

નફરતની આગમાં ધકેલી દીધો,


નયનોથી અશ્રુ વહાવી રહ્યો છું હું,

દર્દનો દિવાનો તમે બનાવી દીધો,

"મુરલી" દિલથી ઝખ્મી કરી મુજને, 

નફરતની આગમાં ધકેલી દીધો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance