ઝાંકળ ઝાંકળ રમીએ
ઝાંકળ ઝાંકળ રમીએ
ચાલ ઝાંકળ ઝાંકળ રમીએ
ટીપે ટીપું જોડીએ સાથે ને
ભેગી સાંકળ સાંકળ કરીએ
ચાલ ઝાંકળ ઝાંકળ રમીએ,
વરસાદને કહી દેવાનું કે
રમવું હોય તો આવજે
ઝરમર ઝરમર વરસીને,
ગમવું હોય તો વરસજે
કેટલા ભેગા કર્યા છે એ
ટીપે ટીપાનો હિસાબ કરીએ,
ચાલ ઝાંકળ ઝાંકળ રમીએ,
ફૂલ ફૂલ પર બેસવાનું ને
પાંદડે પાંદડે જઈ પડવાનું,
મસ્તીમાં આપણી રહેવાનું,
પણ કોઈને નહીં નડવાનું,
ટીપે ટીપા ભેગા કરીને
દરિયો એકઠો કરીએ,
ચાલ ઝાંકળ ઝાંકળ રમીએ.
