STORYMIRROR

MILAN LAD

Drama Romance

3  

MILAN LAD

Drama Romance

ઝાકળ

ઝાકળ

1 min
14K



છું હકીકત તો પણ સપનું જેવું લાગે છે,

નાહક આ ડર, કેમ મને હંમેશાં લાગે છે!


પર્ણ પર બિરાજુ તો અસ્તિત્વ ચમકે,

ઉદક મહીં મારું અસ્તિત્વ નાશ પામે છે.


ભળી મુજમાં મહેક પ્રસરવા લાગે જોને,

બાગમહીં જાણે યૌવન ખીલ્યું લાગે છે,


પ્રિયેનું પ્રતિબિંબ એ મુજમાં નિહાળે,

સમજાય મને ત્યારે કોઈ પ્રેમમાં લાગે છે,


પ્રેમની એ રીત મને ઘણી પ્યારી લાગે,

સરખાવી મુજથી કોઈ પ્રિયને મનાવે છે,


જે છે, જેટલું છે, ઘણુ જ સુંદર લાગે છે,

ઝાકળ હોવું જ મને તો સાર્થક લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama