ઝાડનાં ઉપકાર
ઝાડનાં ઉપકાર
આ ઝાડનાં છે બહુ ઉપકારો,
એનો થાય કદી ના સરવાળો.
એનાં ફૂલ સુગંધી દેનારા,
જેનાં જગ પર છે નવ ઉપકારો.
એનાં મીઠાં ફળને આરોગી,
મીઠાશ બધે વહેંચીને જીવો.
એનાં પત્તાં ડાળી મૂળમાંથી,
એક પ્રેમ તણી હેલી વરસો.
એના કણકણમાં અમૃત વરસો,
એનાં આશિષ ફૂલ બની હરખો.
એની મીઠી છાયા માતા બની,
જનમો જનમોના તાપ હરો.
તમે હર જીવોમાં શ્વાસ બની,
હસતાં જ રહો,રમતાં જ રહો.
હે નવ જનમોનાં દેનારા,
મને નવ જનમે એક ઝાડ કરો.
