STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Others

4  

Prahladbhai Prajapati

Inspirational Others

જગતના ઝેર

જગતના ઝેર

1 min
26.6K


સરમુખત્યારી સરભરાએ સૌ સંસાર ડાહોળાયા,

ઝેર કંઠે સંગ્રી નીલકંઠ રંગે નીલકંઠ ઓળખાયા.


સમય ખુદાની ક્ષિતિજે અધર્મ સમજાતો પૂજાય,

વિસ્તૃતિ કાજે ધર્મ જંતર તરસતું વણસ્તું જાય.


ગુમાવી નૂર હિંસાનું તાંડવ ટ્રન્ડ બજાતું જાય,

અહીં નર સંહાર કાળની પરંપરા પનપતી જાય.


હે ઈશ્વર અલ્લાહ ઈશુ તમે ભલે હો જગ દાતા

ચેલાઓની રમતો માનવતાની માઝા મૂકે ત્રાતા.


અખાએ કહ્યું ઘણા પરમેશ્વર એ વાત છે વાહિયાત,

ઉજ્જડ અખાડે વાગાડે ઢોલ મરણીયા થૈ નાચે જાત.


ઈસુ અલ્લાહ પ્રભુના સૌ ચેલા છે નીકળયા આગળ,

અસ્તિત્વનું કરશે નિકંદન લૈ અનુયાયીઓનું ભાગળ.


રામ રહીમ જીસસ ખેચા તાણીએ લૈ ગ્યા ચેલા અપાર,

દુનિયા દેખે ધર્મ ધીંગાણે ટોપી તિલક ક્રોસ કરે વેપાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational