જાય છે
જાય છે


એવું ઘણીવાર, જીવનમાં થાય છે,
કોઈક પોતાનું, પરાયું થઈ જાય છે,
‘ને, પારકું થઈ કોઈ, સાથ નિભાવી જાય છે !
એવું ઘણીવાર, જીવનમાં થાય છે,
લાઠી જ્યારે, ઉપરવાળાની વાગે,
તો, અવાજ એકદમ, બોદો થઈ જાય છે !
એવું ઘણીવાર, જીવનમાં થાય છે,
ખોખલાં, આશ્વાસનોની પાછળ,
કદી, ચહેરા પર મશ્કરી, ડોકાઈ જાય છે !
એવું ઘણીવાર, જીવનમાં થાય છે,
હાથ મદદનો, ઉઠાવતાં ઉઠાવતાં,
વળી, ઉપકાર આંખોમાં, વંચાઈ જાય છે,
એવું ઘણીવાર, જીવનમાં થાય છે,
મંદિરની પ્રાર્થના કે, મસ્જિદની બંદગી કરતાં,
કદી, કોઈકની દુઆ, અસર કરી જાય છે !
એવું ઘણીવાર, જીવનમાં થાય છે,
એકતા અને, ભાઈચારાનાં ભાષણોમાં,
ક્યાંક, 'ચાહત' નાં બીજ, સૂકાય જાય છે !