જાય છે
જાય છે
જિંદગીના સ્ટેજ પર કોઈ કલાકાર નબળો નથી,
કર્મો પ્રમાણે રોલ ભજવતો જાય છે,
ધ્યાનથી બેટિંગ કરવું પડે જિંદગીની પીચ પર,
નજીકનો પ્લેયર જ સ્ટમ્પિંગ કરી જાય છે,
મંઝિલની દોડમાં રસ્તાઓ પસાર થતા જાય છે,
છાયો દેનારા વૃક્ષો પાછળ છૂટતા જાય છે.
વિચારો પાણી જેવા, ગંદકી ભેળવીએ તો નાળુ બની જાય છે,
સુગંધ ભેળવીએ તો ગંગાજળ બની જાય છે.
જીવન દીવાની વાટ જેવું પ્રગટે તો પ્રકાશ આપે,
તિખારો થાય તો રાખ બની જાય છે.
અંધારું માનવીના મનમાં હોય છે,
દીવો મંદિરમાં કરવા જાય છે.
શંકાની સોયથી માળાના મણકા પરોવીએ,
તો ઈશ્વર મૃગજળ બની લલચાવી જાય છે.
જેની ઈચ્છાઓ સૂર્યોદય થતાં જ બેઠી થાય,
તેની ઉંમર આથમતી નથી ઊગતી જાય છે.
