આપો મીઠો આવકારો
આપો મીઠો આવકારો
આંગણે આવેલ દરેક ને આપો મીઠો આવકારો,
તો તમને ક્યારેય પણ નહી મળે કોઈથી જાકારો.
મળ્યો છે મનુષ્ય તણો દેહ તો બનજો કોઈક નો સહારો,
જીવનની દરેક ક્ષણ ને મોજથી માણો કેમકે તે છે એક અમૂલ્ય ખજાનો.
હશે જો તમારી પાસે ધન, ધગશ અને ધીરજ તો મળશે દરેક પ્રશ્નના જવાબો,
દુઃખની ઘડીએ સ્વજનો અને મિત્રોને આપજો દિલથી દિલાસો.
જીવનમાં જાળવી રાખજે નીતિમત્તા અને પ્રામાણિકતાનો વારસો,
તો કોઈ દિવસ નહી લેવો પડે કોઈનો આશરો.
રાગ દ્વેષ અને ઈર્ષા ને છોડીને જીવનને માણશો,
તો જીવનની એક અલગ જ મજા ને પામશો.
આંગણે આવેલ દરેક ને આપો મીઠો આવકારો,
તો તમને ક્યારેય પણ નહી મળે કોઈથી જાકારો.
