STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

મનની વાત

મનની વાત

1 min
203

ઘણીએ વાતો છે મનમાં, હવે તો કહી દે       સંકોચ ન કર મન, બચપનથી રૂંધાયુંં છે.                                         

કેટલીયે વાતોથી તું, મનોમન મૂંઝાયુંં છે,              

કિતાબોમાં ઉલઝાયું, કસોટીથી ગભરાયું.

                    

દિલ કહેતું જિંદગી જીવવા, રાહ હશે મારી,            

જિંદગીની ભૂલભૂલયામાં, આ મન અટવાયું,                

રાહ આવી જે સામે, બસ ચાલી નીકળ્યુંં,                     

ભૂલી મનોરથ ખુદના, જગ સાથે જોડાયું.

                     

ફર્જ કરવા અદા, દુનિયાદારીમાં અટવાયું.                  

વાગી ઘણી ઠોકરો, દર્દ એ દિલમાં સમાયું,             

પામવાને મંઝિલ મન, જમાનાથી ટકરાયું.                    

પ્રભુ કૃપાએ મૃદુલ મન આનંદથી લહેરાયું.  


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational