Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Inspirational

4.0  

Neha Desai

Inspirational

બનીને

બનીને

1 min
177


ચાલ, આજ જીવીએ, થોડું હસીને,

ક્યાં સુધી જીવીશું, આમ મરી મરીને ?


વર્તમાન પણ, આગળ ભાગે છે,

કાં, ન, દોટ મૂકીએ, દોડવીર બનીને ?


સમય આંધળો છે, વહેતો રહે છે,

કાં, ન, પળ બે પળ ચોરીએ, ચોર બનીને ?


હતાશા નિરાશા તો, હિસ્સો છે જીવનનો,

કાં, ન, એમ લડીએ, બહાદુર બનીને ?


સૂર્યાસ્ત પછી, સૂર્યોદય જ હોય છે,

કાં, ન, એમ ઉગીએ, સૂરજ બનીને ?


પર્વતોની વચ્ચેથી, વહે છે ઝરણું, 

કાં, ન, વહીએ એમ, ઝરણું બનીને ?


લાખો નિરાશાઓમાં, છૂપાયેલી છે આશા,

કાં, ન, જગાવીએ જ્યોત, આશાની બનીને ?


નફરત ને ઈર્ષાથી, ભરેલી છે આ દુનિયા,

કાં, ન, પ્રેમ કરીએ, 'ચાહત' બનીને ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational