જાઉં
જાઉં
ઝીણી ધારે વરસી જાઉં,
થોડા પ્રેમે છલકી જાઉં,
ના ગમતી વાતે પણ જોને
હળવેથી હું મલકી જાઉં,
લાગે જ્યાં જ્યાં જોખમ જેવું
સમજીને તો છટકી જાઉં,
ખોટી વાતે હા ના ભણવી,
ધીમેથી ત્યાં અટકી જાઉં,
ઈશ્વર જેવો સાક્ષી છે જો,
મારગ ના હું ભટકી જાઉં,
ના થાકું કે ના હારું હું,
હોંશે કર્મો કરતી જાઉં,
આવે લાખો મુશ્કેલીઓ,
હિંંમતથી ડગ ભરતી જાઉં.
