Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Trupti Gajjar

Tragedy

4  

Trupti Gajjar

Tragedy

જાતને છેતરી છે

જાતને છેતરી છે

1 min
303

બીજાની ફરિયાદ શું કરું મેં મારી જાતને છેતરી છે,

મારા દિલની લાગણીઓને આડી ઊભી વેતરી છે,

એમ જ નથી દેેખાતી ચહેરા પર રેખાઓ ઉંમરની,

એ તો સમયની થપાટો કેરી અસર એ ઉતરી છે,

લાગે નહિ કોઈ સર્જન ક્યારેય આટલું જીવંત !

કલાકારે પોતાની ઊર્મિઓને ય સાથે કોતરી છે,

કેમ કહું જગતને કેમ છલકે છે આ આંખો વારંવાર,

જુના દર્દની નદીઓ જાણે પાંપણોમાંથી નિતરી છે,

કઈ આશાએ હજુ ઊભા છીએ એમની રાહ પર ?

એમનાં કદી પાછા ફરવાની પૂરેપુરી ખાતરી છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy