STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama Inspirational

જાત સાથે મુલાકાત તો કરી જુઓ

જાત સાથે મુલાકાત તો કરી જુઓ

1 min
209

દિલ દિમાગ પર કબજો કરે છે, આ ઈચ્છાઓ

ગાંડી વેલની જેમ વિકસતી ઈચ્છાઓને દફનાવી તો જુઓ,


મળી જશે ખુશીઓનો ભંડાર

કોઈ અનાથ બાળકને અપનાવી તો જુઓ,


આ મન કરાવે છે નીત નવા નાચ

આ અળવીતરા મનને થોડું સમજાવી તો જુઓ,


આ જગતનાં અંધારે શાને અટવાઈ ?

ભીતર પડેલી જ્યોત ને સળગાવી તો જુઓ,


તારી ભીતર ભર્યો છે વિશાળ ખજાનો

ખુદથી ખુદને અજમાવીને તો જુઓ,


ઈશ્વરે મોકલ્યો રાજા બનાવીને તને

ચહેરા અને હૃદય વચ્ચે સરખાવીને તો જુઓ,


મળી જશે સ્વર્ગ ધરતી પર

બસ બીજાનું જીવન સુંદર તો બનાવીને તો જુઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama