STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

2  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

જાશે ના એળે ગાંધી નઝરાણું

જાશે ના એળે ગાંધી નઝરાણું

1 min
256

જાશે  ના એળે ગાંધી નઝરાણું…..

 

તારીખ ત્રીસને જાન્યુઆરી

 વહે  અશ્રુ    ધાર  ચોધારી


કેમ લખી કાળ જ તેં આ કહાણી!

વિશ્વની    માનવતા   લજવાણી

 

માનવતાની સઘળી  જ મીઠાશું

લે  ગાંધી  ઉર  હીલોળા  ભક્તિ

દેખ   ગુલામી  દ્રવ્યું  તવ  હૈયું  

છેડ્યો સંગ્રામ જગવી જનશક્તિ

 

'છોડો  હિન્દ'  બુલંદી  રણહાકે

ભેટ  ધરી  મહામૂલિ આઝાદી

 

તૂટ્યા  વિશ્વાસ;  ઘરઘર ઉપાધી

કાળ બળે ઊઠી નફરતની આંધી 

ખંજર  ખડગ  રમતું રક્ત પ્યાસી

વ્યથિત બાપુ  જ થયા ઉપવાસી

 

રૂએ  રે  માનવતા  ખૂણે  ભોળી

કાળમુખી લાજમૂકી હાલી ગોળી

 

જાશે  ના એળે ગાંધી નઝરાણું

એ ધરશે વિશ્વશાન્તિ અજવાળું 


રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational