જાગે ઝરૂખો
જાગે ઝરૂખો
ઊગતાં સૂરજના પ્હેલાં કિરણે જાગે ઝરૂખો !
ને વસંતી ફૂલમાં ફોરમ બની મ્હેંકે ઝરૂખો !
પાનખર વીતી ગઈ આવી વસંતે પાડી પગલી;
આમ્રવૃક્ષે બેસી કોયલ ટોડલે ટહુકે ઝરૂખો !
કેસૂડો મ્હોરી ઊઠ્યો છે ઝૂમતો વગડા મહીં જે;
છાબડી, પ્યાલા ભર્યા છે કેસરી રંગે ઝરૂખો !
આંગણું સૂનું પડ્યું, સૂની પડી છે શેરીઓ પણ;
વાટ વાલમની નિરખતાં આંખથી વરસે ઝરૂખો !
વાયરો સ્પર્શી તને મારી કને આવી જગાડે;
હેતનું સ્પંદન અને મીઠું દરદ આપે ઝરૂખો !

