STORYMIRROR

Bharat Thacker

Romance

4  

Bharat Thacker

Romance

જાદૂ

જાદૂ

1 min
308

નજરથી મળે નજર અને સમય ‘મય’ થઇ જાય છે,

વગર બોલે પણ ઘણી વાતો તય થઇ જાય છે,


નજરના જાદૂ જેવું ક્યાંય છે કશું અલબેલું,

નજર મળતાજ પુરી દુનિયા રસમય થઇ જાય છે,


ગમે તેવો ચાલતો હોય સમય, ગમે તેવી હોય દુર્દશા,

નજરથી નજર મળતા જ બધુ સુવર્ણમય થઇ જાય છે,


એમના આવવા માત્રથીજ તબિયત બની જાય છે સારી,

નજર છે એમની એવી દવા, બધુ નિરામય થઇ જાય છે,


નજરના નજારાની તો વાત જ છે સહુથી અલગ,

નજર મળે એમની અને સર્વેત્ર ઉદય થઇ જાય છે,


એમની નજરની ગુલાબી ગુફતગૂ ભૂલાવી દે છે સમય ને,

ખબર નથી પડતી સમયની અને અલગ થવાનો સમય થઇ જાય છે,


એમની નજર તો છે મસ્ત મસ્તીનું સમંદર,

આખું અસ્તિત્વ, એમની આંખોમાં વિલય થઇ જાય છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance