જાદુગરની કળા
જાદુગરની કળા
આવી ગયો છે જાદુગર મજાનો,
બતાવવાં લાવ્યો છે જાદુનો ખજાનો,
ગામે ગામે ફરતો રહે છે,
નિતનવાં જાદુ બતાવતો ફરે છે,
રૂમાલમાંથી કાઢે એ બિલ્લી,
પહોંચાડી દે છે ઘડીકમાં દિલ્લી,
લીલાં પીળાં ફૂલને બનાવે છે સસલું,
હાથમાં આવે તો પહેરાવે ઝભલું,
મેઘધનુષી રંગોથી સજાવે મહેલ,
નીકળે લઈને કબૂતરની સહેલ,
હવેલીમાં જઈને જાદુ બતાવે,
સુંદર રાજકુમારી સાથે એ લાવે,
રૂપવતી લાગે જાણે સુવર્ણપરી,
આંખો ચમકે જાણે લાગે જરી,
પળવારમાં રાજકુમારી થઈ ગઈ ગૂમ,
જાદુગરની કળાનો ખેલ ખતમ.
