જાદુ
જાદુ
જાદુ છે એક કળાની કરામત,
જાદુ આપણને ન સમજાયેલું વિજ્ઞાન છે,
જાદુગરના જાદુ, આપણે ન સમજાય એવું આશ્ચર્યભર્યું આહવાન છે,
જાદુને માનવા ન માનવામાં છે કેટકેટલાએ મતાંતર દુનિયામાં,
જાદુને સ્વીકારીએ તો જ, જાદુનું કરી શકાય રસપાન છે,
ગીત અને સંગીતની દુનિયામાં પણ ખોવાઈ જવાતું હોય છે,
ગીત અને સંગીતની દુનિયા પણ જાદુ જેવી જાજરમાન છે,
એક પુસ્તક તમને બેઠા બેઠા જ કરાવી શકે છે, પુરી દુનિયાની સેર
સંમોહિત કરતું દરેક પુસ્તક એક જાદુ સમાન છે,
ભગવાનમાં શ્રદ્ધા અને આત્મશ્રદ્ધા થકી આવ્યા છે અકલ્પનીય પરિણામ,
પોતાની જાતમાં શ્રદ્ધા હોવી એક જાદુ ભરી આન, બાન અને શાન છે,
આમ જોઈએ તો જિંદગી પણ ભરી પડી છે, કેટકેટલી આશ્ચર્યથી
પુરા બ્રહ્માંડને પણ જાણે કે એક અલૌકિક જાદુનું અનુસંધાન છે.
