ઇશ્કની મહેફિલ
ઇશ્કની મહેફિલ
ઇશ્કની મહેફિલ જમાવી રહ્યો છું,
મહેફિલ છોડીને તમે જતા નહીં,
ગઝલ ગાયનની ધૂમ મચાવીશ હું,
વિવાદી સ્વર કદી તમે છેડતા નહીં,
તમે રાગિણી છો તો આલાપ છું હું,
સૂર મારો બેસૂરો તમે કરતા નહીં,
ગઝલ ગાઉં છું ઇશ્કના તાલ સંગે હું,
તાલ ઇશ્કનો બેતાલો તમે કરતા નહીં,
ઇશ્કનો તંતુ મેળવજો મુજ સંગ,
ઇશ્કના તંતુને કદી તોડતા નહીં,
દિલમાં વસાવી છે તસ્વીર તમારી,
દિલ કદી તમે મારૂં તોડતા નહીં,
ઇશ્કનું મયખાનું હવે ખૂલી ગયું છે,
જામ પીવડાવવાનું ભૂલતા નહીં,
જામ પીને મદહોશ બનવું છે મારે,
એકલો મુજને છોડીને જતા નહીં,
ઇશ્કની સરિતા વહાવજો મુજ પર,
મુજનેય ભીંજવવાનું ભૂલતા નહીં,
તમારા ઇશ્કમાં બાવરો બન્યો છું,
નફરત કદી મુજને તમે કરતાં નહી,
હરપળ નિભાવજો સાથ તમે મારો,
દિલમાં વસાવવાનું તમે ભૂલતા નહીં,
"મુરલી" હમેશા તમારો જ છે સનમ,
મારા ઇશ્કનો અનાદર તમે કરતા નહીં.

