ઇંતઝાર
ઇંતઝાર
આજે સૂરજને કહ્યું થોડો મોડો અજવાળજે,
આજે ચાંદ રાતમાં તારલા
સાથે સપના જોવા છે
થોડા જાગતા ...થોડા સપનામાં
ઊંઘતા જોવા છે,
શ્વાસે શ્વાસમાં જે યાદ ભરી
આંખોમાં એક ઝલક પણ ખરી,
આ સાંજનો સૂરજ તારી યાદ લઇ આવ્યો
આ બારીએ બેઠી ત્યાં કોઈ સાદ લઇ આવ્યો..
જ્યાં ઝળક્યો તું મારી નઝરમાં બારીએથી,
મારુ સ્મિત પણ મલક્યું બારીએથી,
થોડો તારો સંગાથ ..ને મારા હૃદયનો
આ મલકાટ મીઠો લાગ્યો
તારો આ સંગાથ "ઈદ ના ચાંદ" સરીખો લાગ્યો..
કહ્યું તું તે રાહ જેજે આવીશ મળવાને તને
ક્યાં સુધી રાહ જોઉં એ કહ્યું નહિ મને ?
વર્ષો ના વાહણા વીત્યાં,
આ બારીએ પણ... કાટ હવે લીપ્યાં ...
નઝર પણ થઇ ઝાંખી
હજુ પણ યાદ તારી મનમાં બાકી
બસ આ યાદોનો સંગાથ છે
ને વર્ષોથી તારો ઇંતઝાર છે .
