ઇન્ગ્રેચીમાં કરજો -
ઇન્ગ્રેચીમાં કરજો -
ઇન્ગ્રેચીમાં કરજો મારા શ્વાસોનો તરજૂમો!
ગુજરાતીમાં નૈ ઊકલે રે અક્ષર અક્ષર ડૂમો!
ઇન્ગ્રેચીમાં ડૂસકાં ન ફાવે તો રે'વા દેજો...
ગુજરાતીમાં ઈ અક્ષરને સાત સલામી દેજો!
સપનાં ટોળા - મોઢે રેતીમાં છે ચૂમો - ચૂમો!
ગુજરાતીમાં નૈ ઊકલે રે અક્ષર અક્ષર ડૂમો!
ઇન્ગ્રેચીમાં આંસુ ટીઅરગેસ થઈને નડશે!
ગુજરાતીમાં આંસુ ઝાકળ - ધુમ્મસ થઇ નીતરશે!
રસ્તો - બસ્તો ગુમ થાય તો કેડી - કેડી ઘૂમો!
ઇન્ગ્રેચીમાં કરજો મારા શ્વાસોનો તરજુમો!
