ઇજન
ઇજન
પ્રેમ વગરનું જીવન છે જડ, પ્રેમ જીવનનું ચેતન છે
પ્રેમ વગર છે ચમન ઉજ્જડ, પ્રેમથી પ્રફુલ્લ મન છે
પ્રેમનું કરો જતન, રતનની જેમ, પ્રેમ જ આપણું જીવન છે
બાહ્ય સાથે આંતરીક પ્રગતિ કરાવે, પ્રેમ જીવનનું નવજીવન છે,
પ્રેમ છે નકારાત્મકતાનું વિસર્જન, પ્રેમ હકારાત્મકતાનું સર્જન છે
પ્રેમ છે જિંદગીનું સન્માન, પ્રેમ થકી જીવન પ્રસન્ન છે
પ્રેમનું કરો જતન, રતનની જેમ, પ્રેમ જ આપણું જીવન છે
આવો પ્રેમ ફેલાવીએ પુરી દુનિયામાં, તમને પ્રેમ ભર્યું ઇજન છે.