લેખન અને દુકાળ
લેખન અને દુકાળ
ના પડે દુકાળ લેખનનો અહીં,
વિષય દુકાળ આવતા,
ઝરમર વરસાદના છાંટણા જેમ,
કલમનો જાદુ ફરી વળે,
કળીઓમાંથી ખીલતા ગુલાબ જેમ,
કંઈક નવી રચના વિચારોથી સરી પડે,
મઘમઘતા ગુલાબના સુગંધ જેમ,
કંઈક નવી રચનાઓ જાદુ ચલાવી દે,
નવા લેખકો પણ શણગાર સજાવી દે,
નીતનવા કલમના જાદુથી,
સાહિત્યને લોકપ્રિય બનાવી દે.