Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Inspirational

4.9  

Kalpesh Patel

Inspirational

ભમરાળી

ભમરાળી

1 min
579


રાત એક પણ નથી એવી મળી !

જ્યારે

એકલી રહી

 આંસુને ખાળી શકું …

ચામડાના ‘તાળે, પાંજરે પૂરાયેલી,

મા, દીકરી, ભગિની, પત્ની અને…. ?

વહેતા નીરમાં કરે સૌ આચમન.

 ત્યારે.

કોઈજ રંજ નથી, આંસુને મ્હારા,

કમ સે કમ

વ્હાલી હોવાનો ‘ભ્રમ’, ભરમાવી,

 બે ઘડી તો બે ઘડી,

ક્યારેક તો .."એ " મ્હારો છે ને ? …


ભલે હેતના ગુલાલથી…

 તે

ગુલામ બનાવી…

 લાગણીઓ લણે બેશુમાર

'મન' પૂછે 'સાંસોટ' મને ?

હું - (?)

હું, જનમથી જ 'ભમરાળી' ,…

 તોય…કહે સૌ ..ગૃહલક્ષ્મી.

રાત એક પણ નથી એવી મળી !

જ્યારે

એકલી રહી

 આંસુને ખાળી શકું…

 

શબ્દ સૂચિ :- 'ચામડાના ‘તાળે',- લાગણી ના તાંતણે * 'સાંસોટ' – સોંસરવું – આરપાર * 'ભમરાળી'- નસીબ વગરની 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational