નવમ અમૃત બિંદુ
નવમ અમૃત બિંદુ
જોવું ના તમને સ્વપ્નમાં ત્યારે, હું મધરાતે સંબંધને જોડવા આસાન નુશ્ખો બનાવું છું !!!
જોવું ના તમને અહીતંહી, ત્યારે નસીબને કોસું છું,
બંધ નયનોએ સ્વપ્નમાં, તમને નિત બોલાવું છું.
આવતા નથી સપનામાં,ત્યારે પાંપણ પલાળું છું,
નામ લખી તમારું શ્વાસો ઉપર, હું સેતુ બાંધું છું.
મધરાતે હાથોની રેખાઓમાં, પણ તમને ફંફોસું છું.
તરડાયેલા સંબંધને જોડવા, કો'ક ફેવિક્વીક શોધું છું,
મારા દિલ લગી પહોંચવાનો રસ્તો આસાન રાખું છું.
તમને મારી યાદ આવે, તેવો નવો નુશ્ખો કરું છું,
મૃગજળ પાર કરવા કાજે , આશાની નાવડી બનાવું છું,
બસ ઠાલા હલેસા મારી, હવે જીવન નૈયા ચલાવું છું.
~~~~~
હેતુ વિવરણ :- છેલ્લી કડી 'મૃગજળ પાર કરવા કાજે, આશાની નાવડી બનાવુ છું અને બસ ઠાલા હલેસા મારી, હવે જીવન નૈયા ચલાવું છું', અર્થાત મનનાં હલેસાથી ઘોર નિરાશામાં આશાનાં કિરણ ઝળકાવીને હજાર દુ:ખોમાં આજની હરીફાઈયુક્ત સમાજમાં સુખનું સંભવિત સરનામું શોધનારનાં ભાવ દર્શાવેલ છે !
વિચાર :- પરંતુ, કાશ જો માનવી તેના મનને આભાસી સુખોના મૃગજળ પાછળ દોડતાં રોકી શકે તો ! તો સુખ તેના રૂંવાડે રૂંવાડે ભરેલું છે !