રામ નમામિ
રામ નમામિ
લાગી દરશનની મને તાલાવેલી રામ નમામિ રામ નમામિ,
ગૃહ કારજને મેં તો દીધાં મેલી રામ નમામિ રામ નમામિ
હૈયે હેત પ્રગટ્યું કેવું કે રામવિણ ક્યાંય ચેન ન આવતું,
હવે તો રામ રક્ષકને રામ બેલી રામ નમામિ રામ નમામિ,
અંતરયામીના વિયોગે ક્યાંય કશું મને ગમતું જગતમાં,
સંસારની છોને ના ઉકલે પહેલી રામ નમામિ રામ નમામિ,
મન પરોવાયું મારું જેમ માળા મણકા તણો હોય દોરો,
મારી આશા અંતરની હો છેલ્લી રામ નમામિ રામ નમામિ,
રિઝો રઘુકુલનંદન રામ મારા સઘળા અપરાધો વિસારી,
સાવ અભણ છું નથી કૈં ભણેલી રામ નમામિ રામ નમામિ,
કેટલીય ગુમાવી જિંદગી મેં તો માયાપાશે રઘુકુલનંદન,
પામવાની રીત બતાવો સહેલી રામ નમામિ રામ નમામિ।