સંવેદનાનો મહેલ
સંવેદનાનો મહેલ
મારા અંગત લોકોની જાણ બહાર
મે રચ્યો છે સંવેદનાનો મહેલ,
આત્મવિશ્વાસ અને શ્રધ્ધાના પાયા પર મે ખડી કરી છે સ્વપ્નની ઇમારત
સ્વમાન હર્ષ આનંદ ઉલ્લા સપ્રેમ સહકાર
હૂંફ ઈજ્જત
દરકાર
બધા સાથે મળી રહે છે અહીં
હર્ષોલ્લાસથી
અભિમાન અહંકાર નફરત ઈર્ષ્યા દ્વેષ ગમ ડર ઉદાસી
આ બધા માટે "નો એન્ટ્રી"
તેથી દિલની સિક્યોરિટી
કરી દીધી મે ટાઈટ,
અલ્લડ હવાના તાલે ફૂલો
ઝૂમી ઉઠ્યાં,
સંગીતના સાત સૂરો રેલાવતી કોયલનાં તાલ પર મયુર પણ કથ્થક નૃત્ય કરી રહ્યો છે,
પંખીઓનો કલરવ જાણે આ મહેલની સંગીત ઉપાસન
ાનું મંદિર,
મારો આ મહેલ અહેસાસ અપાવે છે જાણે ઇન્દ્રની અલબેલી નગરી,
પ્રકૃતિ પાસેથી લીધા કલર ઉધાર મે મહેલની દીવાલોને રંગવા
પ્રકૃતિ એ પણ આ મહેલને પ્રકાશિત કરવાની જીમ્મેદારી લીધી હોય એવું લાગે છે
સવારમાં સોનેરી કિરણોના ભારા સાથે મોકલે છે સૂરજને
રાત્રિના પ્રબંધ માટે પૂરી કાયનાતના પ્રકાશ સાથે ચાંદનું આગમન થાય છે સિતારાઓની ફોજ સાથે આ મહેલમાં,
આ બધાથી પ્રભાવિત સંમોહિત આકર્ષિત થઈ
કામિયાબી પણ બનવાની છે મારા મહેલની ખાસ મહેમાન,
મારા અંગત લોકોની જાણ બહાર રચ્યો છે મે સંવેદનાનો મહેલ
ખડી કરી મારા સ્વપ્નની ઇમારત.