હિંમત
હિંમત
દરેક મુશ્કેલીને અવસરમાં બદલશું,
દરેક કસોટીને પાર કરી જાણશું,
દરેક રસ્તે દુશ્મન હજાર મળશે,
તો પણ અમે દરેક વખતે લડીશું,
દરેક તોફાનથી લડી એને પાર કરીશું,
પણ ગમે તે ભોગે મંજિલ તો મેળવીશું,
જીતવાની આશને ક્યારેય નહીં છોડીશું,
દરેક પરિસ્થિતિથી લડી સપનાં પૂરા કરશું,
મનના વિશ્વાસને ક્યારેય ન ડગાવીશું,
હિંમતના હથિયારથી જીતને સજાવીશું.