STORYMIRROR

Kalpesh Patel

Inspirational

4.8  

Kalpesh Patel

Inspirational

ત્રીજું અમ્રુતબિંદુ

ત્રીજું અમ્રુતબિંદુ

1 min
288


રે મન હવે તો તું ધીર ધર,

કેડો મુક, ને શીખ દેવાનું હરઘડી દે મૂકી,

મુકને આ વંઠેલનો સાથ નેવે દે મૂકી,

ગૂંચવે રાખે કેમ મન તું મમરા મુકી ?

બે ઘડીની હાસ્યની લાટતો કોઈ દે મૂકી.


અહમ અને અભિમાન થોડુક છેટું દે મૂકી,

અહંકાર છોડવા કોઈ સમજ તો દે મૂકી,

રખડાવે રાખે કેમ માયામાં તું રમતો મૂકી ? 

મે કર્યું, એવા ભ્રમને પડતો દે મૂકી.


જીવનની કેડીએ નિ:સ્વાર્થનું બીજ દે મૂકી,

વાર-ચોઘડિયાના વહેમમાં પૂળો તો દે મૂકી,

રાખીશ ક્યા સુધી અજ્ઞાનીને તું છેટો મૂકી ?

હૈયે હવે પ્રેમની જ્યોતિ પ્રગટાવી દે મૂકી. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational