દીકરી
દીકરી
કંકુના થાપામાં છૂપાયેલ બાપનો શ્વાસ છે
દીકરી,
વ્હાલનો દરિયોને વાત્સલ્યનું ઝરણું છે
દીકરી,
આંગણનું અજવાળું ને હૈયાનો ધબકાર છે
દીકરી,
માઁ જેવી જ મમતાળી ને હેતાળ છે
દીકરી,
સરોવરના નીર જેવી શાંત ને ઠરેલ છે
દીકરી,
માનશો નહીં સાપનો ભારો, તુલસીનો ક્યારો છે દીકરી,
પરિવારના મોતીને પરોવી રાખનાર એક તાંતણો છે દીકરી,
સ્નેહની સરવાણી ને લાગણીની ભીનાશ છે
દીકરી,
દુઃખડા દૂર કરતી ખુશીઓની ગાગર છે
દીકરી,
સૌને વ્હાલું લાગતું એક પરદેશી પંખીડું છે
દીકરી,