અફવા
અફવા
વાયુવેગે ફેલાતો એક વાયરસ બિંદાસ બની ફરે છે,
તકલાદી તો ન કે'વાય, એ ધક્કો મારી મનમાં ઘર કરે છે,
જાણ્યું-નજાણ્યું, બફડાટ ને 'અફવાઓ' પહેલાં ઊડે છે,
પ્રગતિનાં પંથે જતાં ને આવાં 'વાયરસ' ક્યાં નડે છે !
ન ઈચ્છવાં છતાં આવાં માનવીઓ નજરે પડે છે,
ખોટી વાતોથી જ પેટ ભરતાં જીવો જ આમાં પડે છે,
કરવાં જેવાં કેટલાંય સતકર્મ વિસરી, કંકાસને નોતરે છે,
કથા, ભજન, ભક્તિમાં રસ નહીં, પોતાનાં અહંમને સંતોષે છે,
વિશ્વાસ, સ્નેહ ને સંબંધને પારકાંનાં ભરોસે મૂકે છે,
દેખાડો કરી જીવતાં માનવીને જ આ 'અફવા'ઓ બહુ નડે છે,