STORYMIRROR

Neha Desai

Inspirational

3  

Neha Desai

Inspirational

હજુએ

હજુએ

1 min
215



હાથની રેખાઓમાં, છો શોધે, હજુએ,

પણ, કર્મોથી ઘડાય છે, નસીબ, હજુએ !


કિસ્મત હોય, કે હોય વિધાતા,

બદલાય છે, છઠ્ઠીનાં લેખ, હજુએ !


જો, સાથ રહે તો, બને છે મુઠ્ઠી,

p>

છાપ આંગળીની, છો અનોખી, હજુએ !


ભલે વ્યક્ત થતી, લાગણીઓ આંખોથી,

એ, હથેળીમાં, મોં છુપાવે છે, હજુએ !


હોય, જીવનરેખા કે પછી હૃદય રેખા,

જિંદગી, “ચાહત”થી જીવાય છે, હજુએ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational