STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કિનારો કોને જોઈએ છે

કિનારો કોને જોઈએ છે

1 min
206

ડૂબવાની મજા મઝધારે આવે છે,

કિનારો કોને જોઈએ છે,


ફૂલ બની ખરી જવું છે,

મારે ક્યાં કોઈ ઝાડ બનીને રહેવું છે,


બુંદ બનીને વરસી જવું છીપના મોમાં,

મારે ક્યાં દરિયો બની રહેવું છે,


સિતારો બની કોઈની ઈચ્છા પૂર્ણ કરવા ખરી જવું છે

મારે ક્યાં ચાંદ બનીને રહેવું છે !


બસ માનવી બની ધરતી પર જીવવું છે

મારે ક્યાં કોઈ ફરિશ્તા બની જવું છે,


ઉધાર મળ્યા છે શ્વાસ જિંદગીના

થોડું અમથું કઈક વિચારવું છે,

મારે ક્યાં આમ તત્વચિંતક બનવું છે,


મળી છે બે ચાર ક્ષણો

તો થોડા સુકૃત્યો કરી લેવા છે,

મારે ક્યાં કોઈ મહાન નેતા બનવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational