ઈશ્વરનું નજરાણું છે નાર
ઈશ્વરનું નજરાણું છે નાર
દીકરી બની આંગણું શોભવતી, દીપાવતી માતપિતાનો સંસાર,
લાડકી બેનડી બની ભઈલા ને કરતી લાડ દુલાર,
સખીઓ સાથે મળી રમતી આંબલી પીપળી,
સખીઓને પણ કરતી એ પ્યાર અપાર,
સૌનું હૈયું જીતી લેતી પ્રેમની એ મૂરત,
જાત કરતા પણ મહત્વનો એના માટે એનો પરિવાર,
કેવી પ્રેમની મૂરત ! જોઈલો જાણે ભગવાનની સુરત !
નવરાશની ઘડીમાં ભગવાને ઘડી હશે આ સોહામણી નાર,
પતિ સાથે કદમ મિલાવીને ચાલતી,
કરતી એના કામ તમામ,
અર્ધાંગિનીનાં રૂપમાં ઘરને ઉજાળે આ સમજુ નાર,
અંદરથી ઉદાસ બહારથી સદા હસતી રહેતી,
વેદનાનો સાગર લઈને ફરતી એક સહનશીલ નાર,
દરેક તબક્કે મળ્યા દુઃખને તકલીફો હર જગ્યાએ પીધો એને અપમાનનો ઘૂંટડો,
તોય સદા સૌને હસાવતી ખુશ રાખતી આ સૌમ્ય નાર,
દીપકની જેમ પોતે બળે સૌને આપે ઉજાસ,
હૈયે એને ઘોર અંધકાર તોયે આપે સૌને ઉજાસ, એક પરોપકારી નાર,
સાગર જેવડું વિશાળ દિલ એનું, સૌને કરી દે માફ,
હૈયે નાં રાખે કોઈ માટે શિકવા ગીલા,
દુઃખ સહન કરે અપાર,
ધરતી પર માનવી માટે ઈશ્વરનું નજરાણું છે એક સુઘડ, સમજું, સહનશીલ, પરોપકારી નાર.
