Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational Others

ઈશ્વર સુધી પહોંચવું છે

ઈશ્વર સુધી પહોંચવું છે

1 min
237


આજે કુદરતનાં સાનિધ્યમાં જવું છે,

ઈશ્વરની રચના દ્વારા ઈશ્વર સુધી પહોંચવું છે,

જેમ સૂરજ જગાડે ઊંઘતા ફૂલોને,

એમ મારા આતમને જગાડવો છે,


ઈશ્વરની રચના દ્વારા ઈશ્વર સુધી પહોંચવું છે,

સંધ્યાને જઈને મળવું છે,

સંધ્યાના કેસરી રંગોને ભરી જીવનમાં,

જીવન રંગીન બનાવવું છે,


ઈશ્વરની રચના,

જઈ વસંત ને મળવું છે,

જેમ મહેકાવે એ બાગ,

એમ મારે કોઈનો જીવન બાગ મહેકાવવો છે,

ખળ ખળ વહેતા ઝરણાને મળવું છે,


સુંદર સંગીત વડે,

કોઈના સૂર વિનાના જીવનમાં સંગીત બનવું છે,

ઈશ્વરની રચના દ્વારા,

આંબે ગાતી કોયલ ને મળવું,

કોઈનું જીવન ટહુકામય બનાવવું છે,

ક્ષણ બે ક્ષણની ખુશી આપવી છે,

છાંયડો આપતા વૃક્ષ ને મળવું છે,

એક ગણું લઈ સો ગણું આપવાનું એની પાસેથી શીખવું છે,


ઈશ્વરની રચના,

મારે આ ઘૂઘવતા દરિયાને મળવું છે,

હોય અપાર વેદના તોયે ઘૂઘવાટ કરવાનું શીખવું છે,

ઈશ્વરની રચના દ્વારા,

મારે માનવ ને જઈને મળવું છે,

એના અંતરમાં જઈને ભળવું છે,

તેની ભીતર પડેલી પીડાઓને કળવું છે,

બસ માનવતા કાજે થોડું લડવું છે,

બસ મર્યા પછી પણ જીવંત રહેવા થોડું ઝઝૂમવું છે,


સફળતાના આકાશને ચૂમવું છે,

બસ પ્રકૃતિની ગોદમાં જઈ ભમવું છે,

બસ મળી છે મોંઘા મુલી આ ક્ષણો,

 ખુશ થઈ મારે ઝૂમવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract