STORYMIRROR

Sunita B Pandya

Inspirational

4  

Sunita B Pandya

Inspirational

ઈશ્વર હાજરી પૂરાવે છે

ઈશ્વર હાજરી પૂરાવે છે

1 min
271

નામ રજીસ્ટરમાં નોંધાવ્યા વિના,

ચૂપચાપ ચમત્કાર બનીને આવે છે,

ગેરહાજર ઉમેદવારની ખોટ પૂરવા, દોડ્યો આવે છે,

ઈશ્વર હાજરી પૂરાવે છે.


જ્યારે જ્યારે સત્યની શોધમાં નીકળે છે માનવ,

ત્યારે ત્યારે ગેરંટી બનીને આવે છે ઈશ્વર,

જ્યારે જ્યારે અન્યાય સામે લડવાનો હોય સવાલ,

ત્યારે ત્યારે જજ બનીને આવે છે ઈશ્વર.


જ્યારે જ્યારે માનવ દુઃખનાં દરીયામા ડૂબી જાય છે,

ત્યારે ત્યારે કિનારો બનીને ઈશ્વર હાજરી પૂરાવે છે,

જ્યારે જ્યારે નદી અને કિનારાનું થાય છે સંગમ,

ત્યારે ત્યારે આશીર્વાદ આપવા આવે છે ઈશ્વર.


જ્યારે જ્યારે લક્ષ્મી સરસ્વતીનું થાય છે મિલન,

ત્યારે ત્યારે અભિનંદન પાઠવવા આવે છે ઈશ્વર,

જ્યારે જ્યારે સંસારના પરિવર્તનનો હોય સવાલ,

ત્યારે ત્યારે હુકમ બનીને આવે છે ઈશ્વર.


જ્યારે જ્યારે અણધારી આફત આવી જાય છે સામે,

ત્યારે ત્યારે પડછાયો બનીને ઈશ્વર હાજરી પુરાવે છે,

જ્યારે જ્યારે કલમ અને ખયાલનું થઈ જાય છે મિલન,

ત્યારે ત્યારે આંખોમાં અરમાન લઈને આવે છે ઈશ્વર.


જ્યારે જ્યારે આવી જાય છે અભિમાન ને ઇર્ષ્યા,

ત્યારે ત્યારે પરચો બનીને આવે છે ઈશ્વર,

જ્યારે જ્યારે હાસ્યનો આવી જાય છે દુકાળ,

હાસ્ય કલાકાર બની આવે છે ઈશ્વર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational