STORYMIRROR

Rohit Kapadia

Drama

4  

Rohit Kapadia

Drama

ઈશ્ચર

ઈશ્ચર

1 min
404

ઈશ્ચર નામે એક મદારી,

નિત નવા નવા ખેલ કરે.

ઘડી હસાવે, ઘડી રડાવે,

સુખદુઃખની ભેળસેળ કરે.


કરમ તણાં પત્તાં ચીપીને,

બાજી નિત નવીન ધરે.

હાર-જીતનું ચક્ર ચલાવી,

ગજબનો તાલમેલ કરે.


મસ્તીથી ડુગડુગી વગાડી,

કોઈને મંત્રમુગ્ધ કરે.

કોઈના કર્ણ બધિર કરે,

કોઈની નીંદ ખલેલ કરે.


અદ્રશ્ય એની લાઠીનો જાદુ,

કદી કેર, કદી મહેર કરે.

કોઈને કાજ આધાર બને,

તો કોઈને સીધોદોર કરે.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Drama