Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Inspirational

4.9  

'Sagar' Ramolia

Fantasy Inspirational

હવે તું આવ કાના !

હવે તું આવ કાના !

1 min
519


હવે તું આવ કાના ! (૩)

તારા ગયાને વીત્યા જમાના,

હવે તું આવ કાના ! (ર)

મીઠી-મધુરી બંસી સંભળાવવા, હવે તું...

તારા ગયાને...

 

યુગે-યુગે આવવાનું તેં કહ્યું હતું,

ધરા પર અવતરવાનું વચન દીધું’તું;

તારા વિનાના (ર) અહીં સૌ કોઈ મૂંઝાયા,

હવે તું...

 

નેજવા કરીને તારી વાટ સૌ જોતાં , (ર)

દેખાતો ન તું તો આંખ સૌ લોતાં; (ર)

નજર રાખે ઊંચી, (ર) તને મનાવવા,

હવે તું...

 

તારા વિનાની ધરા (ર) સૂકી થઈ ગઈ,

તારા વિનાની દુનિયા ઉજ્જડ બની ગઈ; (ર)

દુનિયા બેસી ગઈ (ર) તારા ગુણ ગાવા,

હવે તું...

તારા ગયાને...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy