STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy

3  

Chaitanya Joshi

Drama Fantasy

હવે તો આવો હરિ..!

હવે તો આવો હરિ..!

1 min
27.4K


કેટકેટલો વધી રહ્યો છે અત્યાચાર હવે તો આવો હરિ,

ધરા સહીસહીને થાકી પાપાચાર હવે તો આવો હરિ,


સજ્જનોને અહીં સદાય શૂળ છે થાય છે એની હાર,

તોય તમે શેષશયન ન છોડનાર હવે તો આવો હરિ,


તારા ભક્તોને પડતી ભીડને એને હોય ત્રાસ અપાર,

એને નથી તારા સિવાય આધાર હવે તો આવો હરિ,


લીલાલહેરે મ્હાલે છે દૃષ્ટો નથી એને કોઈ પૂછનાર,

આવું કેટલું ચલાવવું કિરતાર હવે તો આવો હરિ,


વગર વાંકે દંડાય છે ઘણાને દોષી થઈ જતાં ફરાર,

ભલાને આફત વરસે અનરાધાર હવે તો આવો હરિ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama