હવાદંડી
હવાદંડી


એક નાની એવી દંડી,
સફેદ ને કાળા રંગની.
નાની ચિનગારીથી સળગાવી,
હોઠો પર શોખથી સજાવી.
ઊઠી તમાકુની ધુમ્રસેર,
ખેચીને કશ આવી લહેર.
નાખ્યો છાતીમાં તમાકુનો ધુમાડો,
શૂન્ય થયો જીવનનો સરવાળો.
તમને લાગ્યું આ આદત છે કૂલ ?
પણ બનાવાયા છે તમને ફૂલ.
જીવન છે બરબાદ આ પીવાથી,
થાય એટલું દૂર રહો આનાથી.