હવાડો
હવાડો
1 min
141
હવાડે પીવાને, શિતલ જલથી, તૃપ્ત થઈને
સવારે ઊનાળે, ધરમ ઉપરે, એક સરખા,
ઠંડીમાં મધ્યાહ્ને, ગરમ તપવા, રોજ જઈએ
અમારે ના જ્ઞાતી, બળદ બચલાં, ગાય બકરાં,
કરી વાતો ઝાઝી, કુશ તણખલાં, માલિક તણી
વળી ના જાતી, મરદ વનિતા, ઢોર અમ સૌ,
નહાવું માલિકે, રૂડપ વખતે, કોઈ સમયે
ધમારે હાથેથી, કરકમલને, જોર દઈને,
કૂવામાં જો હોયે, નિયમ જગનો, સાવ હળવો
હવાડામાં આવે, અફર સમજો, વાત નરવી,
હવાડે પીવાને, શિતલ જલથી, તૃપ્ત થઈને
અમારે ભેંસોને, ઘર સમ ગણો, નીર ભવને