હું
હું
ગુંથાયેલા કેશ પર,
સમજાવતું ફૂલ છું,
કરે જો આંખ બંધ,
આંખોમાં સંતાવ છું.
ખરું જો હાથ પર,
તો તારી ઈચ્છા છું,
ભીંજાઊ જો પાંપણ પર,
તો તારું સપનું છું.
ટીપું બની ગાલ પર,
ચમકતું પ્રેમ બિંદુ છું,
વસી તારા હોઠ પર,
સ્મિત બની છલકાઉ છું.
અનુભવે જો પળભર,
શ્વાસોમાં સમાઉં છુ,
હૃદય ના ધબકારે બસ,
તાલ આપી ચાલું છું.
શોધે છે વિશ્વ આખું પણ,
તારામાં જ હું દેખાવ છું,
ગુંથાયેલા કેશ પર
સમજાવતું ફૂલ છું.