હું
હું

1 min

471
શબ્દો મારા શ્રદ્ધાના દોરમાં પરોવી,
ભક્તિમય આભામંડળ રચવા બેઠી છું.
વિશ્વાસ છે મને આ નિરાકાર પ્રભુ પર,
શ્રદ્ધાના સથવારે હું ચાલતી રહી છું.
લાગણીઓના ભારનો જેમ થાક લાગે,
સમજણથી ખુદને સાંભળતી રહી છું.
વિશ્વાસના દિવેલ અને ભક્તિની વાટથી,
આતમના દીપને પ્રગટાવતી રહી છું.
હે ઈશ્વર, ચિંધજો સત્કર્મનો માર્ગ,
કૃપા તમારી હંમેશ મેળવતી રહી છું.