Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

હું તું અને આ મોસમ

હું તું અને આ મોસમ

1 min
206


ચાલ હું અને તું કુદરતના સાનિધ્યમાં જઈએ,

ભીની માટીની સોડમને શ્વાસમાં ભરી લઈએ,


તું ફૂલ બન, હું ભમરો બની જાઉં,

તારી પાંખડીઓમાં બસ હું કેદ થઈ જાઉં,


તું વર્ષાનું પહેલું બુંદ બની જા,

હું માટી બની જાઉં,


તારામાં ઓતપ્રોત થઈ મહેકી જાઉં,

તું બન અનરાધાર વર્ષા ને હું મોર બની જાઉં,


તારા આગમને હું ખૂબ ઝૂમી જાઉં,

ચાલ આ મસ્ત મોસમમાં કુદરતના સાનિધ્યનો પાલવ પકડી,

આપણાં દુઃખો અને તકલીફોને દરિયામાં વહેતા મૂકી દઈએ,


તન સાથે હૈયાને પણ એકબીજાના પ્રેમની ભીનાશ આપી,

ધરતીના હૈયાને લીલાછમ કરી લઈએ,

ચાલ તું અને હું મોસમની મજા માણી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance