STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

હું તો એક ગૃહિણી

હું તો એક ગૃહિણી

1 min
145

હું તો એક ગૃહિણી મારે ઓફિસ ક્યાંથી હોય !

સવારથી કામ પર લાગુ થાકનું નામ નહિ,

થોડો આરામ નહિ,

કેમકે હું તો ગૃહિણી છું,


મારી તો જાણે કોઈ જરૂરિયાત નહિ !

મારા તો કોઈ શોખ નહિ !

મારા તો કોઈ અરમાનો નહિ,


મકાન ને ઘર હું બનાવું,

પણ મારા નામની કોઈ તકતી નહિ,


સંતાનોને જન્મ આપી ઉછેર કરું,

તો મારું નામ ક્યાંય નહિ,


સવાર સાંજ બધાની સંભાળ રાખું,

તોયે કટાક્ષ સાંભળવા મળે,

તમે ક્યાંય કમાવવા જાવ છો ?


મારા સપના મારા શોખને માળિયે ચડાવીને રાખું છું,

બધનાં સપનાં હું પૂર્ણ કરું છું,

મને કોઈ પૂછે છે તમારા સપનાં શું છે ?


પતિદેવ મિત્રો સાથે મોજ બનાવે,

બાળકો પણ મિત્રો સાથે મોજ મનાવે,

પણ જવાબદારીમાંથી મુક્ત થઈ,

હું ક્યાંય ફરવા જઈ શકું ખરી ?

ત્યાગ અને બલિદાન સિવાય શું આવ્યું અમારા ભાગ્યે ?


બસ નારી તું નારાયણી કહેવા ખાતર સૌ કહે,

પણ એટલું સ્થાન છે અમારું ?

ત્યાગ અને બલિદાનનાં બદલામાં અમને નથી જોઈતા કોઈ એવોર્ડ,

નથી જોઈતા તખ્તો તાજ,

જોઈએ અમને સૌના હૈયા પર રાજ,

જોઈએ કદરનાં બે મીઠા બોલ,


હું તો એક ગૃહિણી મારે ઓફિસ ક્યાંથી હોય !

૨૪ કલાકની વગર પગાર, વગર રજાની નોકરી,

હું તો એક ગૃહિણી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy