STORYMIRROR

Trupti Gajjar

Romance

4  

Trupti Gajjar

Romance

હું તો છું

હું તો છું

1 min
306

મને પકડવાની વ્યર્થ કોશિશ ન કર તું,

હું તો વસંતની લહેર છું,


ખબર ન પડે એમ સરકી જઈશ હાથમાંથી-

હું તો રણની એવી રેેતી છું,


ફાંફા મારીશ મેળવવા તો અટવાઈ જઈશ તું,

કેમ કે હું તો મૃૃૃગજળ છું,


રંગો વિખેરી જીવનમાં તારા ખુદ વિખેરાઈશ હું,

એવું તો હું મેઘધનુષ છું,


મારી રાહ જોઈશ તો કદાચ થાકી જ જઈશ તું,

કેમ કે હું તો સ્વાતિબિંદુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance