હું તને
હું તને
પલક ઝપકાયા વિના
નિરંતર જોઉં છું હું તને
ભિતર ડોકિયું કરીને
નિંદરમા જોઉં છું હું તને
એક અધિકાર છે મારો
કહુ છું હું તને.....
પ્રેમથી વહાલપનો
હાથ ફેરવું છું હું તને
તારી હા મા હા કરુ
નહી કરુ ઇન્કાર હું તને
જિંદગીની અવિરત ઘટમાળમાં
હંમેશાં તડપન મારી કહુ હું તને
આજ બેધડક કહી દઉ ..
તડપી અને તરસુ છું હું તને
સમજી જા સાનમાં હવે
બસ એક પળ માટે તરસુ છું હું તને
નથી જીરવાતી સમયની સરવાણી
એક એક પળને વલખુ છું હું તને.