હું તારો છું અને તારો જ રહીશ
હું તારો છું અને તારો જ રહીશ
હું તારી સાથે લડું છું.
ઝગડું છું,
પણ કોઈને તારા વિશે ખરાબ બોલવા નહીં દઉં.
કેમ કે હું તારો છું અને તારો જ રહીશ.
ભલે લોકોની જેમ તારો હાથ પકડી
મેળામાં નહીં લઈ જાઉં,
વાત વાતમાં આઈ લવ યુ નહીં કહું,
પણ તું બીમાર હોઈશ ત્યારે તારી સેવા ચોક્કસ કરીશ,
કેમ કે હું તારો છું અને તારો જ રહીશ.
મોટા શોપિંગ મોલ અને સિનેમામાં તને નહીં લઈ શકું પણ તને ખુશીઓ આપે એવો સમય તારી સાથે ચોક્કસ પસાર કરીશ.
કેમ કે હું તારો જ છું અને તારો જ રહીશ.
હા, તારા જન્મદિવસે મોંઘી સોગાદ હું નહીં આપી શકું પણ તારો જન્મદિવસ યાદગાર
હું ચોક્કસ બનાવીશ,
કેમ કે હું તારો છું અને તારો જ રહીશ.
હું મોંઘી મોંઘી હોટેલોમાં નહીં લઈ શકું
પણ પ્રેમ, હૂંફ, દરકાર, કાળજી, તારું આત્મસન્માન જાળવીને હું ઘરને સ્વર્ગ જેવું
બનાવવાની કોશિશ ચોક્કસ કરીશ,
કેમ કે હું તારો છું અને તારો જ રહીશ.
હા, મોંઘી ગાડી, મોટા બંગલા તને નહીં અપાવી શકું,
પણ તારા સપનાઓ અને શોખને પૂર્ણ કરવા સંપૂર્ણ સહકાર આપીશ,
કેમ કે હું તારો જ છું અને તારો જ રહીશ.

